Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીનીયર સીટીઝનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

Share

કરજણ તાલુકાનાં વલણ ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મુલ્યે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દરેક જગ્યાએ રસીકરણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વયસ્કો સહિત આધેડ વયના લોકો માટે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા સીનીયર સીટીજન અને ૪પ થી ૫૯ વર્ષ સુધીના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના વેકસિનેશન અંતર્ગત કોરોના વેકશિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તમામ સીનીયર સીટીઝનોને કોઈ પણ જાતની આડ અસર જોવા મળી ન હતી એમ જાણવા મળ્યું હતું.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હોળીના અવસર પર પોતાની પ્રાણી પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

લીંબડી સબ જેલમાં કેદી એ પોલીસ કર્મી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન ચલાવતી ટીમે ઉમરપાડાના ગુલીઉમર ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!