એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલટમાં હાર્ટએટેક આવતા યુવકનું મોત નિપજ્યું છે. દીપ ચૌધરી નામના યુવકને અચાનક જ એટેક આવતા તે ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને એ પહેલા જ દમ તોડી દીધો હતો. જેના કારણે પરીવારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.
રાજ્યમાં વધુ એક યુવકનું મોત હાર્ટએટેકના કારણે થયું છે. નાની ઉંમરે હાર્ટએટેક આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી આ સમસ્ય વધુ સામે આવી રહી છે. કોરોના બાદ યુવાનોમાં નાની ઉંમરે હાર્ટએટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનું કારણ બની ગયું છે.
મિત્રો સાથે હોસ્ટેલમાં વાત કરતો હતો ત્યાં જ અચાનાક તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડ્યો હતો. સારવાર મળે એ પહેલા જ દીપનું મોત થઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દીપ સાયન્સ ઝૂઓલોજી વિભાગમાં અભ્યાસ કરતો હતો.
મૂળ પાટણનો આ વિદ્યાર્થી છે. જે તેના મિત્રને મળવા માટે આવ્યો હતો ત્યારે તેને ખેંચ આવવા લાગી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દીપ યુનિવર્સિટીની બહાર મિત્ર સાથે નાસ્તો કરવા ગયો હતો. હોસ્ટેલમાં પરત ફરતા પ્રથમ ખેંચ આવી હતી અને ત્યારબાદ કાર્ડિયાક એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.