પાદરા તાલુકાના વડુ પોલીસ મથકની હદમાં આવતા ગામમાં બે સમુદાય આમને સામને આવી જતા 200 થી વધુના ટોળા સાથે ફરીયાદ નોંધાઈ છે. વડોદરાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિવાદનું ઝેર ફેલાયું છે. માત્ર 10 દિવસમાં જાતિવાદની બીજી ઘટના સામે આવી છે.
પાદરા તાલુકાના વડુ પોલીસ મથકની હદમાં આવતા ગામમાં બે સમુદાય આમને સામને આવી જતા સામાન્ય બાબતમાં બે સમુદાયના લોકો વચ્ચે મોટી તકરાર થઈ હતી. દલિત સમાજની મહિલાને આધેડે અપશબ્દો બોલતા મામલો વણસ્યો હતો. ત્યારે આ મામલે બન્ને સમુદાએ વિવાદને રોકવા માટે બેઠક બોલાવી પરંતુ મામલો ઉગ્ર બનતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા પથ્થરમારાની ઘટના બની હતી અને બળપ્રયોગ કરતા પોલીસે ટોળાને વિખેર્યું હતું.
પ્રાપ્ત વિગતો 5 લેડીઝ કપડા ધોવા ગઈ હતી, ત્યાં એક આધેડ જેમ તેમ બોલવા લાગ્યા હતા અપમાનજનક શબ્દો બોલતા આ મહિલાઓએ ઘર પરીવારને વાત કરી હતી અને આ મામલે ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. સમાધાન કરતા મામલો ગરમાતા પોલીસે કાર્યવાહી કરી ટોળા સામે ફરીયાદ નોંધી છે ત્યારે વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો છે. સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે અત્યારે પોલીસ ત્યાં તૈનાત છે. જોકે, વહેલી સવારથી જ પોલીસના જવાનો ત્યાં પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવામાં આવી રહ્યો છે. જોકે, અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે.