વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની પ્રાથમિક કુમાર શાળામાં મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડાહ્યાભાઈ પી. પરમાર (પુર્વ સૈનિક) તેમજ તાલુકા પંચાયતના સદસ્ય મોહસીનભાઈ જોલી, વલણ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી, આંગણવાડી કાર્યકર તથા વલણ પ્રાથમિક કુમાર/કન્યા શાળા પરીવાર તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ગામમાં પ્રભાત ફેરી યોજાઇ હતી. વલણ પ્રાથમિક કુમાર શાળાથી પ્રભાત ફેરી નીકળી ગામમાં પરિભ્રમણ કરી પરત શાળા પાસે આવી પહોંચી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાન તેમજ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શીલા ફલકનું સમર્પણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધાવંદન, વીરોકા વંદન કરવામાં આવ્યું ત્યારબાદ ડાહ્યાભાઈ પી પરમાર (પુર્વ સૈનિક) દ્રારા તિરંગો ફરકાવી ઝંડા ગીત ગાવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.