Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની મોબાઇલની દુકાનમાંથી 22 મોબાઇલની ચોરીમાં રીઢો ચોર ઝડપાયો

Share

રણોલી રેલ્વે સ્ટેશન પાસે મોબાઇલની દુકાનમાંથી 22 મોબાઈલની ચોરીના કિસ્સામાં એક રીઢા ચોરને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પદમલા ખાતે રહેતા નરેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર રણોલી રેલ્વે સ્ટેશન ખાતે રાજસ્થાન હોટલની સામે હર્ષ મોબાઈલ નામની દુકાન ધરાવે છે. 7 ઓગસ્ટના રોજ તેઓ રાબેતા મુજબ પોતાની દુકાનને લોક કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે શટર ખોલી જોતા દુકાનની છતનું પતરું કાપી અજાણ્યા તસ્કરો અલગ અલગ કંપનીના રૂ.54,047ની કિંમતના 22 નંગ મોબાઈલ ફોન ચોરી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ગુનાની તપાસ ચલાવી રહેલ જવાહરનગર પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી મિતેશ હસમુખલાલ સોલંકી (રહે-ભાઈલાલભાઈની ચાલી, રણોલી સ્ટેશન પાસે)ને રણોલી ગામ તલાવડી પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં ત્રણ સ્થળે દરોડા પાડી ત્રણ ઇસમો ઝડપી પાડયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વસ્તાન ડુંગરી ગામેથી પેલટ્રોફોમનાં લાકડા ભરેલ આઈસર ટેમ્પો માંગરોળ વનવિભાગે કબજે કર્યો.

ProudOfGujarat

અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં આજથી વેક્સિનેશન શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!