Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ક્રિકેટ સટ્ટામાં રૂ. 7 લાખ હારી જતા 23 વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત, બુકીઓ સામે કાર્યવાહી

Share

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા એક યુવકે ક્રિકેટના સટ્ટામાં રૂ. 7 લાખ હારી જતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકના પિતાએ બુકીઓ દ્વારા વારંવાર ઉઘરાણી કરી તેમના દીકરાને હેરાન-પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે વાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં સાહિલ સૈયદ નામના યુવકે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવકના આપઘાતથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસને જાણ થતા વાડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવક ક્રિકેટ સટ્ટામાં રૂ. 7 લાખ હારી જતા તેણે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. જ્યારે મૃતક યુવકના પિતા સિદ્દીકભાઈ સૈયદે જણાવ્યું હતું કે, તેમના 3 સંતાન પૈકી મોટો દીકરો સાહિલ 23 વર્ષનો હતો અને તે એમજીવીસીએલમાં છૂટક કામ કરતો હતો.

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા 2 મહિનાથી તેમના દીકરા પર ક્રિકેટના સટ્ટામાં રૂ. 7 લાખનું દેવું થયું હોવાથી તે ખૂબ જ ચિંતામાં રહેતો હતો. તાંદલજાના 2 અને નવાપુરના 2 શખ્સ દ્વારા પૈસાની ઉઘરાણી માટે સાહિલને વારંવાર ધાક-ધમકી આપીને હેરાન પરેશાન કરવામાં આવતો હતો. આથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનો સિદ્દીકભાઈએ આરોપ લગાવ્યો હતો. આ મામલે પોલીસે સટ્ટો રમાડતા અને ઉઘરાણી કરનારા ઇસમો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.


Share

Related posts

નાંદોદ તાલુકાના કરાઠા ગામે દબાણ કરેલ રસ્તો ખુલ્લો કરવામાં અડચણ કરી હુમલો અને મારામારી પ્રકરણમાં ત્રણ આરોપીઓને એક વર્ષ કેદની સજા

ProudOfGujarat

પી.એમ મોદીએ દુનિયાના સૌથી લાંબા રિવર ક્રૂઝ ગંગા વિલાસને આપી લીલી ઝંડી.

ProudOfGujarat

હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!