Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતિષ પટેલ (નિશાળિયા) ના ૬૦ મા જન્મ દિવસની ઉજવણી કરાઇ.

Share

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ, બરોડા ડેરીના ચેર પર્સન અને પુર્વ ધારાસભ્ય સતીષ પટેલના ૬૦ મા જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કરજણ સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હૉલમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલને રંગબેરંગી ફુગ્ગાઓથી સુંદર સજાવટ કરવામાં આવી હતી. સતીષ પટેલ હોલમાં આવી પહોંચતા તેઓનું હાજર જનોએ તાળીઓથી વધાવી લીધા હતા.

કાર્યક્રમના પ્રારંભે કરજણ તાલુકા ભાજપ અધ્યક્ષ જયદીપસિંહ ચૌહાણે સતીષ પટેલની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાથી લઈ તેઓની રાજકીય કારકિર્દી વિશે રસપ્રદ માહિતી આપી હતી. તેઓના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વડોદરા જિલ્લા સંઘના ચેરમેન પ્રવીણ ભાઈએ સતીષ પટેલને જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ દ્વારા કરાયેલા કાર્યો બાબતે તેઓની કામગીરીની પ્રશંસા કરી હતી. તેઓએ પ્રજાના પ્રશ્નોને સતત વાચા આપી છે. તેઓએ ચુંટણીમાંદિવસ પરાજિત થયા બાદ પણ કરજણ તાલુકાની જનતા વચ્ચે રહી કાર્યો કર્યા હતા.

ત્યારબાદ સતીષ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવા બદલ તમામ નામી અનામી શુભેચ્છકોનો હું અંત:કરણ આભાર વ્યક્ત કરુ છુ અને આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ખભે ખભા મિલાવીને ભાજપને વિજયી બનાવવા હાકલ કરી હતી. આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના હોદેદારો, જિલ્લા મોરચાના હોદેદાર મંડળના હોદેદારો, મંડળના મોરચાના સૌ હોદેદારો, શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ – પ્રભારીઓ, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના અને નગર પાલિકાના સભ્યો અને ચૂંટણી લડેલ તમામ ઉમેદવારો પાર્ટીના કાર્યકર્તાઓ, કરજણ વિધાનસભાના તાલુકા દૂધ ડેરી અને વિકા મંડળીના પ્રમુખ – મંત્રીઓ, કરજણ વિધાનસભાના સરપંચશ્રી – ઉપસરપંચો સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો…

ProudOfGujarat

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં ખરચ ગામે અન્ન બ્રહ્મ યોજના હેઠળ મંત્રી શ્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ફુડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!