વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે મુકેશભાઈએ ઝેરી દવા પી પોતાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પરીવારના સામુહીક આત્મહત્યાના મામલામાં પત્નીને ઝેર આપવામાં આવ્યું અને પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે પતિએ ગળા પર બ્લેડ ફેરવી હોવાની વિગતો સામે આવી છે.
પ્રાથમિક વિગતોમાં આર્થિક સંકળામણના કારણે ઘરના મોભી સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. મુકેશભાઈને હાલ સારવાર માટે ખસેડાયા છે જ્યારે તેમના પુત્રની ઉંમર અંદાજે 30 વર્ષની હતી આ ઉપરાંત પત્નીને ઝેર આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી છે. પુત્ર અને પત્નીને ટૂંપો આપ્યા બાદ પોતે જ ઘરના મોભીએ સ્યુસાઈડનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારમાં આ ઘટના બની હતી. જો કે, આ મામલે પડોશીઓને બચાઓ, બચાઓની બૂમો સંભળાતી હતી.
મુકેશભાઈ લોહી લુહાણ હાલતમાં હતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આ સમગ્ર મામલે હકીકત શું છે તે બાબતે પોલીસે તપાસ શરુ કરી છે.