સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહી છે. લોકશાહીનાં સૌથી મોટા પર્વમાં મતદારોએ ખૂબ સારો ઉત્સાહ દાખવી મતદાન કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના વલણ સહિત વલણ જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવિષ્ટ ગામોમાં મતદાન મથકો બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ જ ઉત્સાહભેર મતદારોએ લોકશાહીનાં પર્વમાં ભાગ લીધો હતો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ઉપરોકત સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
યાકુબ પટેલ : કરજણ
Advertisement