Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ડભોઈમાં ટેમ્પો ચાલકે બાઇકસવારને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

Share

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં એક ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવાર યુવકનું કમકમટીભર્યું મોત નીપજ્યું હતું. મોડી રાતે પૂરઝડપે આવતા એક ટેમ્પોચાલકે બાઇકસવાર યુવકને અડફેટે લેતા તે હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો, આથી તેણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે ડભોઇ પોલીસે ફરાર ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે મોડી રાતે એક બાઇકસવાર યુવક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પૂરઝડપે આવતા એક ટેમ્પો ચાલકે બાઇકસવાર યુવકને ધડાકાભેર ટક્કર મારી હતી. આથી યુવક હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો, જેથી તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે લોકોની ટોળું ભેગું થયું હતું. જ્યારે ટેમ્પોચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.

Advertisement

આ મામલે ડભોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતક યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલી આપ્યો હતો. જ્યારે ફરાર ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. મૃતક યુવકની ઓળખ હજી સુધી સામે આવી નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


Share

Related posts

બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે જતા ખેડૂતની   રૂપિયા ભરેલી થેલી બાઇક સવાર આચકી ફરાર થઇ ગયા

ProudOfGujarat

દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે બ્લાસ્ટ થતા કંપની આગની જ્વાળામાં હોમાઈ જવા પામી હતી.

ProudOfGujarat

ઉકાઈ ડેમમાં 7 લાખ ક્યુસેક પાણીનો આવરો થતાં સપાટીમાં સડસડાટ વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!