Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

Share

વડોદરાના રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી 35 વર્ષીય યુવકનો ઈજાના નિશાન સાથે મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે. બનાવ સંદર્ભે પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા સાથે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

દાંડિયા બજાર વિસ્તારના કાકા સાહેબ ટેકરા ઉપર શંકાસ્પદ હાલતમાં મૃદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વાઘોડિયા તાલુકાનો રહેવાસી આશરે 35 વર્ષીય રમણ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. મૃતદેહના પેટના ભાગે ઇજાના નિશાન છે. મૃતક છૂટક મજૂરી કામ કરી જીવન ગુજારતો હતો. ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ મૃતકના વાલી વારસદારોની શોધખોળ સાથે ઘટના બાબતેની ચોક્કસ હકીકત જાણવા તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. મૃતકની હત્યા કરવામાં આવી છે કે કેમ? તે દીશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ગોધરા એસ.ઓ.જી દ્વારા ત્રણ ઇસમોની નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરવામા આવી…

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે બાઈકની ચોરી કરેલ ઈસમની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

મહા શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ભરૂચ જિલ્લાના કંબોઇ સ્થિત સ્તંભેશ્વર શિવ તીર્થ ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!