વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવા સદન ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વિવિધ મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવા માટે તંત્ર દ્વારા સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ ઇવીએમ મશીન વિતરણ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
કરજણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તંત્ર સજ્જ થઇ ચૂક્યું છે ત્યારે કરજણ તાલુકા સેવાસદન ખાતે વિવિધ મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવા માટેની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી જેના પગલે વિવિધ મતદાન મથકો ઉપર ફરજ નિભાવનારા અધિકારીઓએ ઇવીએમ મશીન સહિતની સામગ્રીઓ મેળવવા માટે તાલુકા સેવાસદન ખાતે આવી પહોંચ્યા હતા.
યાકુબ પટેલ : કરજણ
Advertisement