વડોદરા શહેરના નિયર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી પત્રિકા બહાર પાડવાના મુદ્દે બે કાર્યકરની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચ ભાજપના નેતા અલ્પેશ મધુસુદન લીંબાચિયાની ધરપકડ કરવામાં આવી છે.
મેયર નિલેશસિંહ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકાએ વડોદરાના રાજકારણમાં ભારે હલચલ મચાવી હતી. મેયરે આ બાબતે ભાજપના ઉચ્ચ પદાધિકારીઓને રજૂઆત કરતા પોલીસ ફરિયાદનો આદેશ કરવામાં આવ્યો હતો. પત્રિકા પર રાવપુરા પોસ્ટનો સિક્કો હોવાથી ખુદ મેયર અને તેમના ટેકેદારોએ રાવપુરા જીપીઓ પાસેના સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ભાજપના કોર્પોરેશનના નેતા અલ્પેશ લીંબાચિયાના શાળા અમિત લીંબાચિયા અને પત્રિકા પોસ્ટ કરવા ગયેલા તેના સાળુ ભાઈ આકાશ નાઈની ધરપકડ કરી હતી.
અમિત અને આકાશની પૂછપરછ બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશની ઓફિસમાં દરોડો પાડી લેપટોપ અને પ્રિન્ટર કબજે કર્યા હતા. જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકા તૈયાર કરી અઢીસો જેટલી પ્રિન્ટ કાઢવામાં આવી હોવાની વિગતો જણાઈ આવી હતી. બંને કાર્યકરનો જામીન પર છુટકારો થયા બાદ ગઈ મધરાતે ક્રાઈમ બ્રાન્ચ છે અલ્પેશ લીંબાચિયાની ધરપકડ કરવામાં આવી છે. એક સમયના મેયરના અત્યંત નિકટના મિત્ર એવા અલ્પેશ લીંબાચિયા એ કોઈના ઈશારે પત્રિકા બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.