Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ડ્રગ્સનો કારોબાર કરવામાં ફરાર થયેલો પેડલર ભરૂચથી ઝડપાયો

Share

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં ડ્રગ્સ સાથે પકડાયેલા એક કેરિયરના ફરાર થઈ ગયેલા સાગરીતને પોલીસે ભરૂચથી ઝડપી પાડ્યો છે.

તુલસીવાડીના રોશનનગર ખાતે એક મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે ગઈ તા 26 જુને એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે સાજીદ અલી પઠાણને ઝડપી પાડી રૂ 5.50 લાખની કિંમતનું 54 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસે રોકડા રૂ 29,500 અને મોબાઈલ પણ કબજે કર્યા હતા. પકડાયેલા ડ્રગ્સ પેડલરની સાથે તેનો મિત્ર ઝહીર ઉર્ફે ભુરીયો સિકંદર શેખ (રોશનનગર,તુલસીવાડી) પણ સંડોવાયો હોવાની વિગતો જાણવા મળતા પોલીસે તેની શોધખોળ કરી હતી. ઝહીર શેખ ભરૂચમાં હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો છે. આ ગુનામાં હજી મુંબઈનો ડ્રગ સપ્લાયર વોન્ટેડ છે.

Advertisement

Share

Related posts

લગ્નની લાલચ આપી દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર બન્યો…

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત માલધારી સેનાએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!