Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

Share

ગતરાત્રીના પાલેજ પંથકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગામના પ્રવેશદ્વાર સુધી વરસાદી પાણી પહોંચી જતા ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા હતા. મીડિયા ટીમે વલણ ગામની મુલાકાત લેતા ચોમેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ગ્રામજનો કમર સમાણા પાણીમાં અવરજવર કરતા નજરે પડ્યા હતા. દર વર્ષે ચોમાસાની ઋતુમાં ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા વિકટ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે. ગ્રામજનો દ્વારા ચોમાસામાં સર્જાતી વિકટ પરિસ્થિતિનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના એસ. ટી. ડેપોમાં પૈસાની લેવડદેવડ અંગે એક ઈસમ પર ચપ્પુ વડે હુમલો.

ProudOfGujarat

સુરતમાંથી ચાર કરોડની બનાવટી નોટ સાથે ઠગ ટોળકીના છ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ : પાલિકા પ્રમુખ સામેની ફરિયાદ ખોટી હોવાની ગજેરા ગામ વાસીઓનો પ્રસ્તાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!