યુએસએ ન્યુયોર્ક ખાતે આઈઝ ઓપન ઈન્ટરનેશનલ નામની સંસ્થા ચલાવતા સંસ્થાના પ્રમુખ વડોદરાના ભારતીય હેરોલ્ડ ડીસોઝાને
પ્રતિષ્ઠિત” હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ 2023″ થી સન્માનવામા આવ્યા છે. જે ભારતમાટે ગૌરવની વાત કરી શકાય.આ એવોર્ડમાં તેમને પ્રમાણપત્ર આપી તેમને સન્માનવામાં આવ્યા છે.
તેમની વિશેષ કામગીરીની જેની નોંધ લેવાઈ છે તેમાં હ્યુમન ટ્રાફિકીંગ અંગે તેઓ વિશ્વભર મા જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમાં 30જેટલાં હ્યુમન રાઈટ્સ છે જેમકે આર્ટિકલ -4મા સ્લેવરી નો રાઈટ હક એટલે ભારત જેવા દેશોમાં પણ કોઈ પણ નાગરિકને કામ ના બદલામા વળતર, પગાર નહીં આપીને મફત કામ કરાવી શોષણ કરવાનો અધિકાર નથી. આર્ટિકલ -5મા ખોટી રીતે કોઈને પણ ટોર્ચર કે કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરી શકાય નહીં. આર્ટિકલ -1નો રાઈટ જણાવે છે કે વિશ્વના દરેક નાગરિક સ્વતંત્ર છે અને એનું સ્વમાન અને સન્માન જળવાવું
જોઈએ.
હેરોલ્ડ ડીસોઝાને એમ્બેસેડર પણ બનાવ્યા છે.અત્યાર સુધીમાં હેરોલ્ડ ડીસોઝાએ ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, પાકિસ્તાન,નેપાળ, બાંગ્લાદેશ, UAE, UK, ઘાના, મેકસીકો જેવા દેશોમાં ભ્રમણ કરીને હ્યુમન ટ્રાફિકિંગ અંગે જાગૃતિની કામગીરી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એમની પોતાની રજીસ્ટર સંસ્થા “આઈઝ “અમેરિકામા છે જેનો તેઓ કો ફાઉન્ડર છે તેમની પત્નિ પણ આ સંસ્થામા જોડાયેલી છે. ભારતમાં આ સંસ્થા આઈઝ ઓપન ટ્રસ્ટ નામે કાર્યરત છે. જેની હેડ ઓફીસ અમદાવાદમા છે. ભારતમાં 100જેટલાં વોલેનટિયર્સ છે. જેમાં સાત જેટલાં પોલીસ કમિશનર છે. રાજકીય હસ્તીઓ પણ છે. સદગુરુઓ, સ્કૂલ પ્રિન્સિપાલ ઉપરાંત સિંગલ મધર પણ કાર્યરત છે.
6 જુલાઈ, 2023 ના રોજ ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ ખાતે યુથ સમિટ યોજાઈ હતી જેમાં આ એવોર્ડ 17 મા વાર્ષિક યુથ ફોર હ્યુમન રાઈટ્સ યુનાઈટેડ ઈન્ટરનેશનલ નેશનમાં આ હ્યુમન રાઈટ્સ ખાતે આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ 2023 માનવ અધિકારોના યુનાઇટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશનમાં નિર્ધારિત સિદ્ધાંતો સાથેકામ કરે છે તેની કદરના ભાગ રૂપે હેરોલ્ડ ડિસોઝાના અસાધારણ સમર્પણ અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવામાં ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવામા આવી છે.આ હક તમામ વ્યક્તિઓ માટે ગૌરવ, સ્વતંત્રતા અને ન્યાયની હિમાયત કરવાના તેમના અથાક પ્રયત્નોને દર્શાવે છે. હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડથી સન્માનિત થવા ઉપરાંત, હેરોલ્ડ ડિસોઝાએ 6ઠ્ઠી જુલાઇ,2023 ના રોજ પ્રોક્લેમેશન એન્ડોર્સમેન્ટ્સ પર પણ હસ્તાક્ષર પણ કર્યા હતા.
વિશ્વભરના માનવાધિકાર ચેમ્પિયનોના અસાધારણ યોગદાનની ઉજવણી કરવા અને સ્વીકારવા માટે 46 દેશોના ટોચના પ્રતિનિધિઓ ભેગા થયા હોવાથી સમિટમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યાં વૈશ્વિક નેતાઓનીખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ સમીટ મા માનવ અધિકારોની સુરક્ષા માટે સામૂહિક પ્રતિબદ્ધતા પર ભાર મૂકાયો હતો.
માનવાધિકાર હીરો પુરસ્કાર પ્રાપ્ત કરવા ઉપરાંત, હેરોલ્ડ ડિસોઝાએ 7મી જુલાઈ 2023ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક પેનલ પર પણ પોતાની કામગીરીની રજૂઆત કરી હતી. હેરોલ્ડ ડિસોઝાએ માનવશોષણ સામે લડવા અને વિશ્વના વિવિધ ખૂણેથી પીડિતોનેબચાવવા માટે અસંખ્ય અત્યાધુનિક કામગીરીનું નેતૃત્વ કર્યું છે. અને તેમણે અસંખ્ય જીવન બચાવ્યા છે.અને આ જઘન્ય અપરાધમાંથી બચી ગયેલા લોકો માટે એક નવી આશા જન્માવી છે.