પાદરા તાલુકામાં આવેલા મેડિકલ સ્ટોરોમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ કોડિંન નામની નશાકારક સીરપનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે તેવી માહિતીના આધારે વડોદરા જિલ્લા પાદરા તાલુકામાં આવેલા મેડિકલ સ્ટોર ઉપર ઝુંબેશ હાથ ધરી હતી. દરમ્યાન પાદરા જાસપુર રોડ પર આવેલ ગજાનંદ મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરોને સાથે રાખી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં દુકાનનો સંચાલક નારણ કાંતિ પરમાર (રહે-ગણપતપુરા તાલુકો પાદરા) ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોડીંન સીરપ વેચતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે દુકાનમાં તપાસ કરતા 100 ml ની 42 બોટલો મળી હતી. આ અંગે પોલીસે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement