Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ગેટની સામે ઊભા રહી યુવકોને બીભત્સ ઈશારા કરતી 3 યુવતી ઝડપાઈ

Share

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલીક મહિલાઓ જાહેરમાં ઊભા રહીને યુવકોને અભદ્ર ઇશારા કરતી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં થઈ હતી. આથી પોલીસની સી ટીમે કાર્યવાહી કરીને એમ.એસ. યુનિવર્સિટીના ગેટની સામે ઊભી રહેલી અને યુવકોને બીભત્સ ચેનચાળા કરતી ત્રણ યુવતીઓની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીગંજ પોલીસની સી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કેટલીક યુવતીઓ એમ.એસ. યુનિવર્સિટીના ગેટની સામે ઊભી રહીને ત્યાંથી પસાર થતા યુવકોને અભદ્ર ઈશારા કરે છે અને હેરાન-પરેશાન કરે છે. આથી પોલીસની સી ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી અને યુનિવર્સિટીના ગેટ સામે ઊભી રહેલી ત્રણ યુવતીઓની ધરપકડ કરી હતી. પુછપરછમાં ત્રણેય યુવતીઓનું નામ નિશા ઠાકોર, પિંકીદાસ અને સલમાબીબી દીવાન હોવાનું સામે આવ્યું હતું. માહિતી મુજબ, આ અંગે પોલીસે ત્રણેય યુવતીઓ વિરુદ્ધ જી.પી.એક્ટ 110 અને 117 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસની સી ટીમે યુવતીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બિગ બોસ 16 : ‘બિગ બોસ 16’ ની શું હશે થીમ અને ક્યારે શરૂ થશે? બધા અપડેટસ જાણો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 45 દિવસ સુધી ટ્રાફિકનો દંડ ન વસૂલવા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી.

ProudOfGujarat

કરજણ ડેમમાંથી ૧૪,૫૭૭ ક્યુસેક પાણીનો આઉટફલો ડેમની સપાટી સાંજે ૫:૦૦ કલાકે ૧૦૯.૫૬. મીટર નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!