વડોદરામાં ગેંડા સર્કલથી અક્ષરચોક સુધી ગુજરાત રાજ્યનો સૌથી મોટો ઓવરબ્રીજ બન્યો છે બ્રિજ બનવાની શરૂઆત થઈ અને બ્રિજનો ઉપયોગ શરૂ થયો છે ત્યારે આ બ્રિજ વારંવાર વિવાદના વંટોળમાં ઘેરાતો રહ્યો છે ત્યારે બ્રિજના પોપડા ઉખડતા તેની મજબૂતાઈ અંગે અનેક રહસ્યો સર્જાયા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સઘન નિરીક્ષણ શરૂ કરાયું છે.
વડોદરાનાં ગેંડા સર્કલથી અક્ષરચોક સુધીનો ઓવરબ્રિજ ગુજરાત રાજ્યનો સૌથી લાંબો બ્રિજ છે પરંતુ આ બ્રિજ બનવાની શરૂઆત થઈ ત્યારથી જ તેની નિર્માણ કાર્યવાહી પૂરી થતાં સુધી અને બ્રિજના શરૂ થયેલા ઉપયોગથી આજ દિન સુધી વારંવાર વિવાદના વંટોળમાં ઘેરાયો છે. ગત મોડી રાત્રે બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી કાર પર પથ્થર પડ્યો હતો. આ બનાવમાં કારમાં ભારે નુકસાન થવા પામ્યું છે, જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવમાં કાર હોવાથી તેના ચાલકનો આબાદ બચાવ થયો છે.
દરમિયાન ઓવરબ્રિજની બનાવવામાં આવેલી પેરાફીટના પણ પ્લાસ્ટરના પોપડા ઉખડવા માંડ્યા છે આ અંગે પાલિકા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેથી પાલિકા તંત્ર દ્વારા આ અંગે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે ઉપરાંત બ્રિજ બનાવનાર રણજીત બિલ્ડકોન કંપનીને પણ નોટિસ આપવાની કાર્યવાહીના ચક્રો પાલિકા દ્વારા ગતિમાન કરાયા છે.