Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં શિક્ષણ સમિતિની માઁ ભારતી પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ

Share

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સયાજીગંજ વિસ્તારની માઁ ભારતી પ્રાથમિક શાળા ખાતે બાળસાંસદની ચૂંટણી-2023 નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રતિ વર્ષ શાળાના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો અને સંચાલનની ક્ષમતાના વિકાસ થાય એ બાલ સાંસદ ચૂંટણીનો મુખ્ય હેતુ છે. આ ચૂંટણીનું શાળામાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ બાળસાંસદ ચૂંટણી-2023માં કુલ-05 ઉમેદવારો પ્રમુખના પદ માટે અને 08 ઉમેદવાર મંત્રીના પદ માટે દાવેદારી નોંધાયેલ હતી. આ તમામ ઉમેદવારો દ્વારા તા.4 જુલાઇ 2023ના રોજ પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ હતો અને ચૂંટણી તા.5 જુલાઇ 2023ના રોજ યોજેલ હતી. આ ચૂંટણીમાં શાળાના 205 વિદ્યાર્થીઓએ મતદાન કર્યુ હતુ. જેમાં પરેશ પરષોત્તમભાઇ વાઘરી પ્રમુખ પદમાં વિજેતા બન્યો હતો અને દ્રષ્ટિ રાજુભાઇ પરમાર મંત્રીના પદ માટે વિજેતા બની હતી. શાળા પરિવાર દ્વારા વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં નવા સત્રના પ્રાથમિક તબક્કાથી આ પ્રકારની ચૂંટણીઓનું આયોજન થતું હોય છે જેમાં અંદાજે 20 જેટલી શાળાઓમાં ચૂંટણી યોજાઈ ચૂકી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખનું બાબાસાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવતા આજરોજ દલિત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

શમશેર સિંહ ગાંધીનગરથી રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા સંભાળશે, તેમના કામોને જોતા સોંપાઈ મોટી જવાબદારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!