Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા પોલીસ કમિશનર દ્વારા 7 પી.આઇ.ની આંતરિક બદલીઓ કરાઇ

Share

વડોદરા પોલીસ કમિશનરે સાત પીઆઇની આંતરિક બદલીના હુકમ કર્યા છે. જેમાં રાવપુરા પોલીસ મથકના પીઆઇ આર.બી. ચૌહાણને સિટી પોલીસ મથકના ફર્સ્ટ પીઆઇ તરીકે, એમ.ઓ.બીના એ.બી. મોરીને વાડી પોલીસ મથકના પી.આઈ તરીકે, વાડી પોલીસ મથકના પી.આઈ એમ.એન. શેખને જવાહર નગર પોલીસ મથકના પીઆઇ તરીકે મુકાયા છે. જ્યારે લીવ રિઝર્વ કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતા એ.એમ.ગઢવીને વારસિયા પોલીસ મથકના પીઆઇ, આર.ડી. ચૌહાણને જેપી રોડ પોલીસ મથકના પીઆઇ, વુમન પીઆઈ એમ.ડી. ચૌધરીને લક્ષ્મીપુરા પોલીસ મથકના અને લક્ષ્મીપુરા પોલીસ મથકના પીઆઇ પૂજા તિવારીને રાવપુરા પોલીસ મથકના પીઆઇ તરીકે મુકાયા છે. પીઆઈ એ.બી મોરીને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એમઓબી શાખાનો ચાર્જ પણ સંભાળવાનો રહેશે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં “ઉત્કર્ષ” દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીનાં પગલે ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જાણો શું ?

ProudOfGujarat

દિપાવલી પર્વને ઉજવતા ભરૂચ જીલ્લાનાં રહેવાસીઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!