વડોદરા જિલ્લાના કરજણના જલારામ નગર વિસ્તારમાં આવેલા રહેણાક મકાનોમાં એમ જી વી સી એલ દ્વારા પુરો પાડવામાં આવતા વીજ પુરવઠામાં અચાનક વોલ્ટેજ વધી જતા વીજ ઉપકરણો ફુકાઈ જતા વીજ ગ્રાહકોમાં એમ જી વી સી એલ વિરૂધ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. વીજ વોલ્ટેજ અચાનક વધી જતા સોસાયટીના ઘરોના વીજળીથી ચાલતા વધુ પ્રમાણમાં ઉપકરણો ફૂંકાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘરોમાં ફ્રીઝ, એ.સી, ટીવી સહિતના વીજળીથી ચાલતા ઉપકરણો ફૂંકાયા જવા પામ્યા હતા.
વીજ ઉપકરણો ફૂકાઈ જતા જેની જાણ કરજણ સ્થિત એમ જી વી સી એલ કચેરીમાં કરાતા MGVCL ના કર્મી સોસાયટીમાં આવતા સોસાયટીના સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સોસાયટીના રહીશોએ વળતર ચૂકવવા રજુઆત કરી હતી. સોસાયટીમાં એમ જી વી સી એલ ની ભૂલોને કારણે વીજ ઉપકરણો ફૂકાઇ ગયા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા. ફૂંકાયેલા વીજ ઉપકરણોનું જો વળતર નહીં આપવામાં આવે તો એક વર્ષ સુધી વીજ બિલ નહીં ભરીએ એવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી. કરજણ એમ જી વી સી એલ ના સંબંધિત સોસાયટીમા આવી સોસાયટીના રહીશોને હૈયા ધારણ આપી મામલો થાળે પાડ્યો હતો.
વડોદરા : કરજણના જલારામ નગરમાં વીજ ઉપકરણો ફૂંકાતા વીજ ગ્રાહકોમાં આક્રોશ
Advertisement