Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વાઘોડિયા રોડના વિરાટ એસ્ટેટમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ

Share

વડોદરા વાઘોડિયા ચોકડી પાસે આવેલ વિરાટ એસ્ટેટ સ્થિત પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા મેજર કોલ જાહેર કરાયો હતો અને અઢી લાખ લિટર જેટલો પાણીનો મારો ચલાવી 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

મળેલી માહિતી પ્રમાણે શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-48 પાસે વિરાટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે. આ એસ્ટેટના 301 નંબરના પ્લોટમાં પ્લાસ્ટીકનું ગોડાઉન હતું. મોડી રાત્રે 1.30 વાગ્યાના સુમારે ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટીકનો ભંગાર અને રો-મટીરીયલના કારણે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ, સ્થળ પર પહોંચ્યા બાદ આગનું વિકરાળ સ્વરૂપ જોઇને આગને મેજર કોલ જાહેર કરાવ્યો હતો.

Advertisement

ફાયર કંટ્રોલ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતાજ પાણીગેટ, જીઆઇડીસી, ઇ.આર.સી. અને ગાજરાવાડી સહિતના ફાયર સ્ટેશનોના લાશ્કરો સ્થળ ઉપર દોડી ગયા હતા. અને આ ભીષણ આગને સ્ટેશન ઓફિસ અમીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ, સબ સ્ટેશન ઓફિસર જસ્મીન પટેલ, વિરેન ગઢવી અને વિનોદ મોહિતે 60 લાશ્કરો સાથે અઢી લાખ લિટર પાણીનો ચારે બાજુથી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગની કામગીરીમાં ફાયર સ્ટેશનના 13 જેટલા વાહનો કામે લગાવ્યા હતા. 6 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. મોડી સવારે કુલીંગની કામગીર શરૂ કરવામાં આવી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આગમાં ગોડાઉન બળીને ખાખ થઇ ગયું છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, ભેજના કારણે શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.


Share

Related posts

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ઓમીક્રોનના 10 પોઝિટિવ કેસો નોંધાતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વિદેશી દારૂ ઝડપવા ના ગુના માં મહિલા સહિત 3 આરોપીઓ ની અટકાયત….

ProudOfGujarat

સરકારી સહાય વિના હેલ્પ ગ્રુપ રાજપીપળાએ 3 વર્ષમાં અમાષે નર્મદા નદીની સફાઈ દરમિયાન 150 ટન કપડાં કાઢી શુકવી જરૂરિયાત મંદોને પહોંચાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!