Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ખાતે આદિવાસી સમાજની દીકરી સાથે બનેલ ઘટના બાબતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામતલદારને આવેદનપત્ર પાઠવાયુ

Share

સુરત ખાતે આદિવાસી સમાજની ચાર વર્ષની માસુમ બાળકી સાથે બનેલ ગોઝારી ઘટના અને પલસાણા ખાતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું તે બાબતે કરજણ તાલુકા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામલદાર મારફતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા નરાધમોને સખત સજા માટે માંગ કરી હતી.

મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેષ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં જાતિ ભેદભાવના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. ચાર વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય થયું તેને વખોડી કાઢવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ સાથે ખૂબ જ દર્દનાક ઘટનાઓ બની રહી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં બહેન – દીકરીઓને હરવું ફરવું, ભણવું ખબ મુશ્કેલ બની ગયું હોવાના આક્ષેપ કર્યા હતા. સુરત ખાતે બનેલી ઘટનાને વખોડી કાઢી નરાધમોને સખત સજા આપવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : રામનવમી નિમિત્તે તવરાથી ઝનોર સુધી બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

વિશ્વ જનસ્થિરતા પખવાડિયા ઉજવણી અંતર્ગત વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!