વડોદરા જિલ્લા તેમજ કરજણ પોલીસ દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કરજણ નગરમાં બાઇક રેલી યોજાઇ હતી. આયોજિત બાઇક રેલી કરજણ શાહ એન. બી. સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ કરજણ પોલીસ સ્ટેશનથી થઈ જલારામ ચાર રસ્તા મિયાગામ ચોકડી પાસે થી સમગ્ર કરજણ નગરમા બાઈક રેલીએ પરિભ્રમણ કરી પુનઃ ગંતવ્ય સ્થાન પર પરત ફરી હતી. બાઇક રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કરજણ નવાબજાર વિસ્તારમાં મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ પાસેથી રેલીનું સમાપન કરવામા આવ્યું હતું. આયોજિત બાઇક રેલીમા વિવિધ નશીલા પદાર્થોનું સેવન અટકાવી પોતાના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખી મૃત્યુને મ્હાત આપવા માટે પ્રજા અને વિદ્યાર્થીઓ ને માર્ગ દર્શન રેલી દ્વારા આપવામા આવ્યું હતું. આયોજિત રેલીમા કરજણ પોલીસ પી. આઈ. એ. કે. ભરવાડ, પી. એસ. આઈ સી.કે.નિનામા તેમજ પોલીસ સ્ટાફ, જી. આર.ડી. જવાનો અને ટ્રાફિકના જવાનો જોડાયા હતા.
વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઇ…
Advertisement