વરનામાં પોલીસ ને દારૂ મળે છે ત્યારે કરજણ સ્થાનિક પોલીસ ને દારૂ નથી મળતો. ત્યારે ઉપર ની એજન્સી રેડ કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે .ત્યારે આજરોજ કરજણ પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી…
વડોદરા જિલ્લામાં પ્રોહી.જુગાર નેસ્ત નાબૂત કરવા સૂચના મળેલ અને જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા ગ્રામ્ય જિલ્લા ના પોલીસ સ્ટેશન ના અધિકારી ઓને સૂચના આપવામાં આવેલ હતી. તે સૂચના અનુસાર વડોદરા રૂરલ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ pi એસ.એ.કરમુર તથા જિલ્લા એલ.સી.બી.સ્ટાફ ના માણસો સાથે કરજણ ટોલનાકા ઉપર પેટ્રોલીંગ માં હતા .તે દરમિયાન બાતમીદાર થી બાતમી મળી હતી. કે એક ટ્રક નંબર AP.૨૯.U.૫૭૧૯ માં પરપ્રાંતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો ભરેલ છે. આ ટ્રક પાલેજ થી કરજણ તરફ ના રોડ ઉપર આવેલ સીંન્દબાદ હોટલ ખાતે ઉપરોક્ત હકીકત વાળી ટ્રક પાર્ક થયેલી પડેલી છૅ. બાતમી હકીકત વાળી ટ્રક માં પાછળ ભાગે તાંડપત્રી ખોલી ખાત્રી તપાસ કરતા ઉપર ના અંદર ભાગે પ્લાસ્ટિક ની કચરો ભરેલ થેલીઓ તથા જુના કંડમ ફ્રીજ ના ખોખા તથા પતરાની પેટીઓ ની નીચે વિદેશી દારૂ મળી આવેલ દારૂ પેટી નંગ .૫૧૧ કુલબોટલ નંગ.૧૮૭૬૮ તેની કુલ કિંમત રૂં ૨૪.૫૨.૮૦૦/- તથા મોબાઈલ સહિત અન્ય ચીજ વસ્તુ સહિત કુલ કિંમત રૂં.૩૯.૫૬.૮૦૦/-ઝડપી પાડ્યો હતો. અને બીજા દિવસે પણ દારૂ નો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. વડોદરા રેન્જ આઈ.જી.સ્કોડ દ્વ્રારા વિદેશી દારૂ લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વડોદરા આર.આર.સેલ ના pi એચ.પી.ઝાલા તથા આર .આર.સેલ.ના અધિકારીઓ પેટ્રોલિંગ માં હતા.ખાનગી બાતમીદાર થી બાતમી મળી હતી કે એક ટ્રક નંબર HR.47.C.5079 માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર નો ઇંગ્લિશ દારુ નો જથ્થો ભરી ને ભરૂચ .વડોદરા ટ્રેક ઉપર થઈ ને વડોદરા શહેર તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત ના આધારે ભરથાણા ટોલ નાકા પાસે વોચ ગોઠવી ઉપરોકત નંબર વાળી ટ્રક આવતા તેને કોર્ડન કરી રોકી ચેક કરતા જુદાં જુદાં માર્કો નો ઈંગ્લીશ દારૂ ની બોટલો કુલ નંગ ૫૦.૯૦૪ તેની કિંમત રૂપિયા ૭૬.૮૯.૬૦૦/- તથા ટ્રક ની કિંમત ૧૫.૦૦.૦૦૦ તથા મોબાઈલ સહિત અન્ય ચીજ વસ્તુ ની કિંમત મળી કુલ કિંમત ૯૨.૦૧.૦૦૦ નો મુદ્દામાલ સાથે બે આરોપી ને ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી. કરજણ ..વાગોડીયા.. વરનામાં …તાલુકા પોલીસ સ્ટેશન..ની હદમાંથી છેલ્લા ૨૬ દિવસમા આશરે ૧૦.૪૦.કરોડ નો દારૂનો નો જથ્થો પકડાયો છે નોંધનીય છે કે વડોદરા જિલ્લા માં વરનામાં ૯.૬૦ લાખ નો દારૂ ઝડપાયો છે.વડોદરા જિલ્લા માં બુટલેગરો બેફામ બન્યા છેકહેવાય છે કે કેટલાક પોલીસ અધિકારીઓના વહાલા ડવલા ની નીતિને કારણે નાના અધિકારીઓ નો ભોગ લેવાય છે સ્થાનીક પોલીસ જ્યારે દારૂ પકડે તો અમુક ભ્રષ્ટાચારી પોલીસ ના કારણે સ્થાનિક બુટલેગર ને દારૂ પકડે તો તેંને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. થોડાં દિવસ પછી પોલીસ જોડે સેટિંગ કરી પોલીસ સ્ટેશન માં હાજર થાય છે તેવી પોલીસે બેડા માં ચર્ચા એ જોર પકડયું છે.તેના કારણે બુટલેગર બે ફામ બન્યા છે .તેથી બુટલેગરોમા પોલિસ ની બીક જોવા મળતી નથી.તેના કારણે પોલીસ અધિકારી સસ્પેન્ડ થાય છે. ઉલ્લેખનીય છે કે કરજણ પોલીસ સ્ટેશન ના થોડા મહિના પહેલા ત્યાં એક કિલોમીટર ના અંતર માં દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો તે પ્રકરણ માં પી.આઈ.વી.એચ.જોશી સસ્પેન્ડ થયા હતા.અને તે વિસ્તાર માંથી ફરી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વ્રારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો અને આના ઉપર થી સાબીત થાય છે.કે કરજણ પોલીસ શંકાના દાયરામાં જોવા મળી હતી. અને થોડા દિવસ પહેલા પિંગલવાળા ગામ ના બસસ્ટેન્ડ પાસે થી પણ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વ્રારાવિદેશી દારૂ ઝડપી પાડવામાં આવેલો હતો. તે પ્રકરણ માં પણ કરજણ પોલીસ સ્ટેશન પી.આઈ.એમ કે.સ્વામી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે.કે.કરજણ પોલીસ સ્ટેશન માં D. M. વ્યાસ પછી કોઈ પણ પી.આઈ.૭ મહિના સુધી કરજણ પોલીસ સ્ટેશન રહીં શક્યા નથી.હવે જોવા નું છૅ કે વડોદરા જિલ્લા પોલીસ વડા કરજણ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા psi એ.પી.ગઢવી સામે શુ પગલાં લેવાશે તે લોકચર્ચા ચાલી રહી છે