વડોદરા શહેર અને આસપાસના ગામોમાં મગરોની વસ્તી વધી રહી છે અને ચોમાસુ શરૂ થતા જ નદી અને તળાવમાંથી મગરો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે.
વડોદરા નજીક આવેલા સુખલીપુરા ગામે ગઈ મધરાતે આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં 12 ફૂટનો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
Advertisement
બનાવ અંગે વડોદરાના જીવદયા કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને ભરવાડ વાસ પાસે અડિંગો જમાવનાર મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવાની તજવીજ કરી હતી.