Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કારેલીબાગમાં ચાણક્ય કોમ્પ્લેક્ષમાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા, તસ્કરો CCTV માં કેદ

Share

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચાણક્ય કોમ્પ્લેક્ષમાં ફરી એક વખત તસ્કરોએ પાંચ જેટલી દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા દુકાન સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચાણક્ય કોમ્પ્લેક્ષમાં બેઝમેન્ટ તથા ગ્રાઉન્ડ ફ્લોરની મળી કુલ પાંચ દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરોએ કપડાની દુકાન, રિયલ એસ્ટેટની ઓફિસ, ડાન્સ ક્લાસ સહિતની દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. હાલ તસ્કરો નાની મોટી ચીજ વસ્તુની ચોરી કરી ગયા હોવાની માહિતી જાણવા મળી છે. ઘટનાના પગલે પોલીસ સ્થળ પર દોડી ગઈ છે. તપાસ બાદ ચોક્કસ રકમની સ્પષ્ટતા થશે. ગત મોડીરાત્રે 11:00 કલાકે બે તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. ઘટનાની જાણ થતા વહેલી સવારે દુકાન સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:સંજાલી ગામ ખાતે પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અમેરિકામાં હિટ એન્ડ રનમાં ગુજરાતી યુવકનું મોત, પિતા સાથે વાત કરતાં જ ગાડીએ ટક્કર મારી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન દ્વારા ૯ ગોબર ધનપ્લાટના ઇન્સ્ટોલેશનની કામગીરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!