Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક પાર્ક કરેલ કારના કાચ તોડી ત્રણ લેપટોપ સાથે તબીબી સામાનની ચોરી

Share

વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી નજીક આવેલ તક્ષ ગેલેક્સી મોલની પાછળ પાર્ક તબીબ વિદ્યાર્થિનીની કારમાંથી અજાણ્યા તસ્કરો ત્રણ લેપટોપ સાથેની બેગ તથા તબીબી અભ્યાસનો સામાન સહિત 1.30 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે.

મૂળ હરિયાણા અને હાલ વાઘોડિયા રોડ ખાતે રહેતી કશીષ ભાષ્કરેન ખાનગી યુનિવર્સિટીમાં તબીબી અભ્યાસ કરે છે. અમદાવાદ ખાતે અભ્યાસનું ત્રણ દિવસનું વર્કશોપ હોય તેઓ પોતાની કારમાં મિત્રો સાથે નીકળ્યા હતા. જ્યાંથી પરત આવતા વાઘોડિયા ચોકડી પાસે જમવાનું પાર્સલ કરવા માટે ઊભા રહ્યા હતા. તે સમયે તેમણે પોતાની કાર તક્ષ ગેલેક્સી મોલની પાછળ રસ્તા ઉપર પાર્ક કરી હતી. તેઓ જમવાનું પાર્સલ કરાવી કાર પાસે પરત ફરતા ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તૂટેલો જણાયો હતો. અને કારમાંથી મિત્રોની ત્રણ લેપટોપ બેગ સાથે અભ્યાસના 80 નંગ નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ સહિત 1.33 લાખની મત્તા ધરાવતા સામાનની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં હોમગાર્ડ,જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને સરકાર કયારે પોલીસ કેડર આપશે?

ProudOfGujarat

વલસાડ-માલવણ તળાવ સુકાઈ જતાં કાંઠાવિસ્તારમાં સાત દિવસથી પાણી માટે લોકોના વલખા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!