“T.K. આઈડિઅલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” ના સૌજન્યથી કરજણના વલણ ગામે ચોથો “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ, પાલેજ, સાંસરોદ, માંકણ, ઈખર, કંબોલી, ટંકારીઆ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષોએ બિલકુલ “રાહત દરે” મળ્યો હતો.
ખરજવું, દાદ, ફંગલ, લકવા, શરીરનો દુ:ખાવો, કમરદર્દ, સાંધા, ગરદન અને ઘુંટણનો દુ:ખાવો, નસો જકડાવી, સ્કીન એર્લજી વગેરે તકલીફો લોહીની ખરાબીને લીધે થતી હોય છે જેને હિજામા થેરાપીથી (કેપિંગ થેરાપી) દૂર કરવામાં આવે છે.
વડોદરા “અરબ હિજામા સેન્ટર”ના હિજામા થેરાપિસ્ટ અરબભાઈ, ફહદભાઈ, કુલસુમબાનુ દ્વારા દર્દીઓનો ઉપચાર કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ માસ્તર તૌસીફભાઈ (ઉર્ફે T.K. સર), રિયાઝભાઈ એ જહેમત ઉઠાવી હતી.
Advertisement