મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાના સુમેરુ નવકાર તીર્થ ખાતે સને ૨૦૨૨ – ૨૩ ના વર્ષમાં ધોરણ ૧૦ તથા ૧૨ ધોરણમાં ૮૦ ટકાથી ઉપર ટકા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું. સન્માન સમારોહમાં વિદ્યાર્થીના માતા પિતા અને વડીલો એ હાજરી આપી હતી અને આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે કરજણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.એસ.આઈ વસાવા સાહેબ તથા મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર, રાજુભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં મૂળનિવાસી એકતા મંચના લોકો જોડાયા હતા. મીનેશભાઈ એડવોકેટ દ્વારા શિક્ષણ વિશે અને શિક્ષણના મહત્વ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો અને વસાવા સાહેબ પણ બાળકોને શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા. તમામ બાળકોને આગામી દિવસોમાં ઝળહળતી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટેની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગીનભાઈ, જીગ્નેશભાઈ મારવાડી, અરવિંદભાઈ એડવોકેટ નીતિનભાઈ એ સફળ કર્યું હતું.