ગત તારીખ ૧૬ જુનના રોજ ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં ફૂકાયેલા બિપરજોય વાવાઝોડાની અસર વડોદરા જિલ્લામાં પણ જોવા મળી હતી. વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. બિપરજોય વાવાઝોડાની અસરને કારણે કરજણ શહેરના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.
જે અંતર્ગત ગતરોજ કરજણના જુનાબજાર વિસ્તારમાં ધાવટ ચોકડી નજીક લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાવાની સંભાવના ઉભી થવાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી વૃક્ષ કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો.
Advertisement