Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં સમા વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી, પરિવારનો બચાવ

Share

વડોદરાના સમા કેનાલ રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં બ્લાસ્ટ થતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ બનાવમાં મકાનમાં રહેતા પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.

સમા કેનાલ રોડ વિસ્તારના વિજયરાજ નગરમાં આવેલી એક સ્કૂલની પાછળના કાચા મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. મકાનમાં રહેતા સતિષભાઈ અને તેમના પરિવારના સિલિન્ડરને ભીનું કપડું લપેટીને બહાર નીકળી ગયા હતા. જોકે ત્યારબાદ આગ કાબુમાં આવવાને બદલે વધુ ભડકી હતી અને થોડી જ વારમાં ગેસ સિલિન્ડર ફાટતાં તેના ચિંથરા ઉડ્યા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મકાનની ઉપરના પતરા પણ ફાટીને ઉડી ગયા હતા. આ સાથે મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી ખાખ થઈ ગઈ હતી. સિલીન્ડર ફાટ્યા બાદ ફાયર બ્રિગેડના લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

જીવનને જાણવાની અને માણવાની ઉત્કંઠાનો ઉદભવ આવશ્યક છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

કન્યાકુમારીથી કાશ્મીર સુધી સાઇકલ યાત્રાએ નીકળેલ કેરલાનાં યુવાનનું રાજપીપળામાં આગમન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે પિતરાઇ ભાઇએ ભાઇ ભાભી તેમજ ભત્રીજાને લાકડીનાં સપાટા માર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!