Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર કરજણનાં કંડારી ગામ નજીક આઇસર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી

Share

વડોદરા જીલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના કંડારી ગામ નજીક આઇશર ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા – ભરૂચ તરફના ટ્રેક પર કંડારી ગામના પાટિયા પાસે મારુતિ સુજુકીના શો રૂમ પાસે આઇશર ટેમ્પોમાં આગની ઘટના બની હતી.

આગની ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક આઇસર ટેમ્પોમાં આગ લાગતા ટેમ્પો ચાલક સમય સુચકતા વાપરી બહાર આવી જતા ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આઇશર ટેમ્પોમાં આગના પગલે ટેમ્પોને ભારે નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં જુની સાઈકલો-વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે.

ProudOfGujarat

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ના કાટકડાગામે પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો

ProudOfGujarat

ભરૂચ : અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે એ.આઈ.એમ.આઈ.એમ. એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!