Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં મકરપુરા વિસ્તારની વલ્લભ કોલોનીમાં તસ્કરોએ હાથફેરો કર્યો

Share

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ વલ્લભ કોલોનીમાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો રૂ. 1.83 લાખની કિંમતમાં સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે.

મકરપુરા વિસ્તારમાં આવેલ વલ્લભ કોલોનીમાં રહેતા નર્મદાબેન જાટવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓના પતિને વર્ષો અગાઉ અકસ્માત નડતા માથામાં ગંભીર ઇજાઓ થવાથી માનસિક રીતે અસ્વસ્થ છે. 28 મે ના રોજ તેઓ મકાનને લોક કરી પતિ સાથે દીકરાના ઘરે ગયા હતા. જોકે પરત આવવાના સમયે વાવાઝોડા સાથે વરસાદ થતાં દીકરાના ઘરે જ રોકાઈ ગયા હતા. બીજા દિવસે તેમના તથા પાડોશી દિયર રાકેશ ચુનીલાલ જાટવ ઘરે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી બેડરૂમની તિજોરીનો સામાન વેરવિખેર કરી તેમાંથી રૂપિયા 1.83 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે એક ગૌરવ કહેવાય

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટાનાકા ખાતે શ્રી મણિ ગોવિંદજી ભૂખ્યાને ભોજન સંસ્થાન દ્વારા સેન્ટર શરૂ કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૮.૦૨ ટકા પરિણામ નોંધાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!