Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના આજવા રોડ ઉપર જુગારધામ પર ત્રણ મહિલા સહિત નવ ઝડપાયા

Share

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ પાલ્મ વ્યુ ફ્લેટમાં મકાન ભાડે રાખી જુગાર રમાડતી મહિલા સહિત પોલીસે 9 જુગારીઓને ઝડપી પાડી જુગાર રમાડનાર સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો છે. બાપોદ પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, સયાજીપુરા ટાઉનશીપ રોડ ખાતેના પાલ્મ વ્યુ ફ્લેટ નંબર એ 502 માં ભાડુઆત સોનલ તથા તેનો ઓળખીતો અજય પરમાર જુગાર રમાડે છે.

જેના આધારે પોલીસે દરોડો પાડી બાતમી મુજબના સ્થળેથી નાનુ ચંદ્રેશસિંહ પટેલ, ભારતી નાનુભાઈ પટેલ (બંને રહે -લક્ષ્મીનગર ,આજવા રોડ), વીણા હિતેશભાઈ પંચાલ, ગીતા ધર્મેશભાઈ સોની, ચંકી ગોપીચંદ રાજપાલ, અનિલ દત્તારામ ફલાસ્કર, (ચારેય રહે -સ્વાદ કવોટરસ, હરણી રોડ), ભુપેન્દ્ર જબ્બર સિંહ રાઠોડ (રહે- અર્બન હાઉસિંગ બોર્ડ ,દંતેશ્વર), સુરેશ કનૈયાલાલ ખત્રી(રહે- શિવજી કોમ્પલેક્ષ ,ટાવર ચાર રસ્તા પાસે), સોનલ મનોજભાઈ શર્મા (રહે -પાલમ વ્યુ, આજવા રોડ )ને ઝડપી પાડી અજય ચંદુભાઈ પરમાર (રહે -વડોદરા )ને વોન્ટેડ જાહેર કર્યો હતો. ધરોડા દરમિયાન પોલીસે અંગઝડતીના રૂ.20,700 , જમીન દાવના રૂ.14,540, 7 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 65240 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

ફેલોશીપ મીશન સ્‍કૂલ ડુંગરાના વિદ્યાર્થીઓની સમિતિનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો,કાર્યક્મનું સુંદર આયોજન..

ProudOfGujarat

છોટાઉદેપુર અને ખૂંટાલીયા ગામે પકડાયેલ ગૌ વંશના આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોએ આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!