Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાનાં બામણગામ પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના બામણગામ પાસે એક કાર નંબર Gj – 01- FT – 3980 માં અચાનક આગ લાગતા કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી.

મળતી માહિતી અનુસાર કારના માલિકે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યુ હતુ કે તેઓ અમદાવાદથી સુરત તરફ જતાં કોઈ કારણોસર અચાનક એન્જિન પાસેથી ધુમાડો નીકળતા જોઈ કાર ઉભી રાખતા જ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારના માલિક ભારે જહેમત બાદ પોતાનો જીવ બચાવી તાત્કાલિક ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા કરજણ પોલીસ તેમજ ફાયર જવાનો, તેમજ L&T ના જવાનો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ\

Advertisement

Share

Related posts

અંકલેશ્વર મા મંત્રી સૌરભ પટેલે અનેક કામોના લોકાર્પણ ખાત મૂહર્ત કર્યા…

ProudOfGujarat

GPCB નાં દક્ષિણ ઝોનનાં વીજલન્સ ઓફિસરનાં ચાર્જ બાબત વિવાદ…

ProudOfGujarat

નડિયાદ : હનુમાન જયંતી નિમિત્તે  મંદિરોમાં અન્નકૂટ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!