Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે માર્ગ ક્રોસ કરતા રાહદારીને કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજયુ

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક માર્ગ ઓળંગી રહેલા એક રાહદારીને કાર ચાલકે અડફેટે લેતા રાહદારીનું કરૂણ મોત નિપજવા પામ્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર દેથાણ ગામના ભયલાલભાઈ મુળજીભાઈ ગોહિલ લાકડાનો ભારો માથે મૂકી દેથાણ ગામના પાટિયા પાસે માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે દોડી રહેલી એક કાર નંબર એમ એચ -૦૨ – એફ જે – ૬૯૯૭ ના ચાલકે ભયલાલ ભાઈને અડફેટે લેતા ભયલાલ ભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતુ.

ઘટનાની જાણ થતા કરજણ પોલીસ સહિત ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક ભયલાલભાઈના મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. અકસ્માત સંદર્ભે વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

હૈદરાબાદના સિકંદરાબાદમાં એક કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગતાં 6 ના મોત

ProudOfGujarat

સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat

ગોધરા:ઇન્કમટેકસ વિભાગ રેડ મામલો,શ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાંથી કુલ બે કરોડના બેનામી વ્યવહારો મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!