જયેશ મિસ્ત્રી દ્વારા સંચાલિત ટીમ સહાય ટ્રસ્ટ તથા જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપની અરવિંદભાઈ ગઢવીના સંયુકત ઉપક્રમે આર્થિક રીતે નબળા પરિવારોનાં ૧૨ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપવામાં આવી. રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા સભ્ય સમાજનાં સેવાભાવિ લોકો પાસેથી ૧૨ સાયકલો ભેટ તરીકે સ્વીકારવામાં આવી. આ તમામ સાયકલોનું રીપેરીંગ કામ કરી નવા રંગરૂપ સાથે આર્થિક રીતે નબળા પરિવારોનાં ૫ વર્ષ થી ૧૩ વર્ષની ઉંમરનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઘરેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા જવા સરળતા બની રહે એવા ઉમદા હેતુથી ભેટ સ્વરૂપે આપવામાં આવી.
જયેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ પહેલ રી યુઝ ધ ઓલ્ડ સાઇકલને સભ્ય સમાજ તરફથી ખૂબ પ્રશંસા કરવમાં આવી રહી છે. આર્થિક રીતે નબળા પરિવારોનાં વિદ્યાર્થીનીઓએ સાયકલોની સહાય મેળવી સંસ્થા સાથે સાથે જયેશ મિસ્ત્રીનો ખાસ આભાર માન્યો. આ સેવાકીય કાર્ય વોર્ડ નંબર ૬ વિજયનગર હરણીરોડ ખાતે આવેલ પહાળી કાળકા માતા મંદિરમાં કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા છેલ્લા ૬ વર્ષથી અલગ અલગ સમાજ સેવાનાં કાર્ય કરવામાં આવે છે જેમાં અત્યાર સુધી ૧૪ બ્લડ ડોનેશન કેમ્પ, રામ રોટી સેવા જેમાં દરરોજ ૧૦૦ જેટલા ભિક્ષુકોને નિઃશુલ્ક ભોજન પ્રસાદી રૂપે આપવામાં આવે છે, જુના કપડાંનું વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, ગૌ શાળામાં ઘાસપૂળાની સહાય, બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી, યુનિફોર્મની સહાય, દર્દીઓને મેડિકલ સારવાર દરમિયાન બ્લડની જરૂરિયાત પૂરતી કરી આપવી જેવા નોંધનીય સેવાકીય કાર્ય કરવામાં આવે છે. સેવાકીય કાર્યમાં વડોદરા મહાનગર બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી, ઉપાધ્યક્ષ ઘૂળાભાઈ લુહાર, મંત્રી પપ્પુભાઈ ગઢવી, મંત્રી દિલીપભાઈ સોલંકી, ભારતી બેન શાહ સાથે લાભાર્થીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિતિ રહ્યા.
વડોદરા : સહાય ટ્રસ્ટ તથા જી વોલ્ટસ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંયુકત ઉપક્રમે ૧૨ વિદ્યાર્થીઓને સાયકલ આપી
Advertisement