Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ તાલુકા તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા…

Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપાનાં ઉમેદવારોનાં ઉમેદવારી પત્ર ભરવાના શરૂ થઈ ગયા છે. વડોદરા જિલ્લાના કરજણ જન સેવા સદન ખાતે શુક્રવારના રોજ કરજણની ચાર જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોના સંભવિત ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા.

કરજણ જન સેવા કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં કોંગી સમર્થકોએ એકત્ર થઇ કોંગ્રેસ જિંદાબાદ કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે નાં ગગનભેદી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું. ત્યારબાદ પ્રાંત અધિકારી કચેરીમાં જઈ ઉમેદવારી પત્ર ભર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારો કયા પક્ષને વિજયની વરમાળા પહેરાવે છે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. ઉમેદવારીપત્ર ભરવાના કાર્યક્રમમાં કિરીટસિંહ જાડેજા, નીલાબેન ઉપાધ્યાય, અભિષેક ઉપાધ્યાય તેમજ મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારાની સંપૂર્ણ વિગત જમા કરાવવા સુરત પોલીસનો આદેશ

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીક આર.પી.એલ.કંપનીમાં રોલ પડતા બે કામદારોનાં મોત.

ProudOfGujarat

નડિયાદ પાસે આઇસર ટ્રકમાં આગ લાગતાં નાસભાગ મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!