બહારગામથી આવતા નિરાધાર શ્રમજીવીઓ માટે શહેરના વિવિધ વિસ્તારમાં વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આઠ શેલ્ટર હોમ બનાવાયા છે. આ તમામ શેલ્ટર હોમની હાલત દયનીય બની છે. આમાંના કેટલાક શેલ્ટર હોમમાં છેલ્લા કેટલાય દિવસોથી લાઈટ-પંખા બંધ હાલતમાં છે. ઉપરાંત પલંગના અભાવે શ્રમજીવીઓ અને નિરાશ્રીતોને જમીન પર સુવાનો વારો આવે છે. રાત્રે શેલ્ટર હોમમાં આરામ કરીને સવારે કામ ધંધે જવાના ઇરાદે શ્રમજીવીઓને શેલ્ટર હોમ ખાલી કરવાનું હોય છે.
ઉલ્લેખનીય છે કે રૂપિયા 4.50 કરોડ કરોડના ખર્ચે શેલ્ટર હોમમાં બનાવવામાં આવ્યા છે. એમાં રૂ.1.25 કરોડના ખર્ચે લાભાર્થીઓ માટે વિવિધ સાધનો વસાવવામાં આવ્યા છે પરંતુ આવા સાધનો હજી વાપરી શકાતા નથી. કેટલાંક શેલ્ટર હોમમાં કોન્ટ્રાક્ટરોના માણસો રોજિંદા પડી રહેતા હોય છે. ઉપરાંત ખાલી રહેલા કેટલાક શેલ્ટર હોમમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાના પણ આક્ષેપો થાય છે.
જોકે કેટલાક શેલ્ટર હોમમાં કેટલાય વખત બાદ પલંગો અને પાણીના જગ મુકાયા હતા પણ હવે આવા શેલ્ટર હોમમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. છેવાડાના માનવીના થાન માટે પ્રયત્નો થયા છે એ સારી બાબત છે પરંતુ નિરાશ્રિતો માટેના શેલ્ટર હોમમાં શ્રમજીવીઓને પાયાની સુવિધા તડવી પણ એટલી જ જરૂરી છે.