Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સિંધરોટ ગામથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Share

વડોદરાના સિંધરોટ ગામમાં શોપિંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ તેમજ ઇન્જેક્શનોનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અને આરોગ્ય સબ સેન્ટર સિંધરોટ ખાતે આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલભાઇ માછીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જિલ્લા પંચાયત તરફથી સૂચના મળી હતી કે, આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રહેતો સુરેશભાઇ રણછોડભાઇ સિંધરોટ ગામે દાજીપુરા ચોકડી પાસે એક શોપિંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવે છે અને તેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી વગર એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.

Advertisement

વડોદરા તાલુકા પોલીસ મથકના સ્ટાફે મેડિકલ ટીમને સાથે રાખી દાજીપુરા ચોકડી પાસે આવેલ શોપિંગ સેન્ટરના બીજા નંબરની દુકાનમાં બનાવેલ દવાખાનામાં રેડ કરતા દવાખાનામાં બોગસ તબીબ સુરેશભાઇ રણછોડભાઇ હાજર મળી આવ્યો હતો અને તેને ડોક્ટર ક્યાં છે તેમ પૂછતા તેણે જણાવ્યું હતું કે, હું પોતે ડોક્ટર જ છું. જેથી પોલીસે ડોક્ટર તરીકે સેવા આપતા સુરેશ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા કહેતા બોગસ તબીબે પોતાની પાસે પ્રમાણપત્ર કે ડિગ્રી ન હોવાનું જણાવતાં પોલીસે બોગસ તબીબ બની એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસ કરતા સુરેશની ધરપકડ કરી હતી અને જુદી જુદી જાતની દવાઓ, ઇન્જેક્શન તથા ગ્લુકોઝની બોટલો તેમજ એક થેલામાં ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેના સાધન-સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

અમદાવાદમાં ધોધમાર વરસાદ : આગામી બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ મોદી સમાજની વાડી પાસેથી રોયલ બુલેટની ચોરી થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ ગામે જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!