વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઇ જોઇ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) કેબીન બનાવવા ઉપર પ્રતીબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય જે અનુશંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોફી શોપ, હોટલ, કાફે ચેકીંગ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો તથા શી ટીમ સાથે ચેકીંગ કરતા “સુબાઈલાઈટ હોટલની બાજુમાં આવેલ લક્ષ્ય કોમ્પ્લેક્ષ શોપ નં-4 માં આવેલ ઈન્વીજીબલ કાફેમાં અલગ અલગ બોક્સ બનાવેલ છે અને પડદા લગાવી બીલકુલ અંધારામાં બોક્સોમાં છોકરા છોકરીઓ બેસાડેલ છે. “જે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ રીસેપ્સન કાઉન્ટર ઉપર બેસેલ હોય જે કાફેમાં જોતા અલગ અલગ ચાર કેબીન આવેલ હોય જેમાં કેબીનના દરવાજા ભાગે કાપડનો પડદો લગાવેલ હોય અને કોઇ જોઇ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) બનાવેલા હોય હાજર ઇસમ વિરુધ્ધ પોલીસ કમીશ્નરના જાહેરનામાનો ભંગ કરવા બદલ સયાજીગંજ પો.સ્ટે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના ફતેગંજમાં કપલ બોક્સ બનાવી કાફે ચલાવતા સંચાલક સામે કાર્યવાહી
Advertisement