Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ગેંડા સર્કલથી ગોરવા સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયાં

Share

વડોદરા શહેરના ગેંડા સર્કલથી ગોરવા જવાના માર્ગ પર ટ્રાફિક વધી જતા અહીં નડતરરૂપ હંગામી દબાણોના કારણે મુશ્કેલી વધી ગઈ છે. જેથી કોર્પોરેશનની દબાણ શાખાએ આજે અહીં રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગોરવા બીઆઇડીસી સામે આવેલ અમર કાર મોટર્સની કમ્પાઉન્ડ વોલ તથા સિક્યુરિટી કેબિન દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીંના માર્ગ પર પાંચ જેટલી દુકાનો પણ તોડી પડાઈ હતી. અમર કાર મોટર્સ દ્વારા થયેલા દબાણના કારણે અહીં રસ્તો સાંકળો થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પીકઅપ અવર્સમાં નિયમિતપણે જોવા મળતા હતા. જેથી આજે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના અવિધા ગ‍‍ામના બે યુવકોને બે અજાણ્યા ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

વણાકપોરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જાહેરનામા ભંગ બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચનાં વોર્ડ નં ૨ માં આવેલ ડુંગરી વિસ્તારમાં નવી પાણીની ટાંકીના કામનું ખાતમુર્હૂત કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!