Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત

Share

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર-1 માં રહેતા ચેતનભાઇ વાળંદે સપ્તાહ અગાઉ 3.90 લાખ સામે 9 લાખ ચૂકવવા છતાં વધારે રૂપિયાની માંગણી કરતા વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આજરોજ ગોત્રી હોસ્પિટલમાં ચેતન વાળંદનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસ હવે ગુનામાં આપઘાતની દુષ્પ પ્રેરણાની કલમ નોંધાશે.

કપાસમાં નાંખવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન વાળંદએ આજે ગોત્રી હોસ્પિટલમાં દમ તોડ્યો છે. આપઘાતના પ્રયાસ પહેલા ચેતનભાઇએ લખેલી સ્યૂસાઇડ નોટમાં તેમણે જણાવ્યું છે કે, મને મરવા માટે મજબૂર કરનાર સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પૈસા દબાવી અને પોલીસ પાસે ફોન કરાવીને તમારી અરજીનો જવાબ આપવા આવો છો. મારી અરજી પાર્વતીબેન પેલા આયા હતા. મારા મકાનના કાગળ તેની પાસે છે. મેં 26 એપ્રિલે સાજન ભરવાડ સામે ગોત્રીમાં અરજી આપી છે. આ લોકો મને મરવા માટે મજબૂર કરે છે, હું દવા પીને મરુ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, આપઘાતનો પ્રયાસ કરનાર ચેતનભાઇના પુત્ર વિશાલ વાળંદે અગાઉ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના નટુભાઈ, શાંતિભાઈ જોશી અને નિશાંત શેલાર પર વ્યાજખોર સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરી ત્રણેય પોલીસ જવાન વ્યાજખોરનું ઉપરાણું લઈ મારા પિતાને વારંવાર ફોન કરી માનસિક રીતે હેરાનગતિ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન મોદી 28 ઓગસ્ટે આવશે ગુજરાત, ખાસ મ્યુઝિયમ બનશે લોકોના આકર્ષણનું કેન્દ્ર.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પંચાયતનાં ઉપસરપંચ તરીકે સલીમભાઈ વકીલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના ધનોરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!