વડોદરા જિલ્લાના કરજણ સ્થિત ભરત મુનિ હૉલ ખાતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ કરજણ નગરપાલિકાના પુર્વ અધ્યક્ષા મીનાબેન ચાવડા, પુર્વ ઉપાધ્યક્ષ જયેશ પટેલ સહિત ઉપસ્થિત અતિથીઓનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને વિસ્તૃત છણાવટ સાથે સંપૂર્ણ માહિતી પ્રદાન કરી હતી. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ.
અંતમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના પી એમ નરેન્દ્ર મોદીના વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત પ્રસંગે કરજણ ખાતે તમામ લાભાર્થીઓની હાજરી વચ્ચે ૬૫૦ આવાસો અને વિવિધ યોજનાઓના લોકાર્પણ અને ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કરજણમાં ૬૫૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ૪૯૬ જેટલા બાકી આવાસોનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું છે. ૨૨.૫૦ કરોડની લાભાર્થીઓની સહાય નગરપાલિકામાં ચૂકવી દેવામાં આવી છે અને નગરપાલિકાના વિવિધ કામોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમ તેઓએ જણાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં કરજણ નગર અને તાલુકાના ભાજપના પદાધિકારીઓ કાર્યકરો સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ ભરત મુનિ હૉલ ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Advertisement