વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર- ગાંધીનગર દ્વારા ડ્રાઇવ હાથ ધરવા આદેશ અપાતા શહેરમાં પનીરનું જયાં વેચાણ થતું હતું, ત્યાં સઘન ચેકિંગ હાથ ધરીને જુદા જુદા વિસ્તારમાંથી પનીરના ૬ નમૂના ચેકિંગ માટે લીધા હતા અને ૨.૫૦ લાખની કિંમતનો ૭૪૦ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો હતો.
વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ ખાતે તાજ ડેરીમાંથી પનીર (લુઝ)નો નમુનો લઇ ૧૫,૨૮૪ ની કિંમતનો આશરે ૧૫ કિલો જથ્થો સીઝ કર્યો હતો. વડસર બ્રિજ નજીક અમૃતમ ફુડમાંથી પનીરનો નમુનો લઇ ૭૦,૫૯૦ ની કિંમતનો ૨૩૫ કિલો જથ્થો સીઝ કર્યો છે. ડભોઇ રોડ ઉપર સાંઇનાથ મિલ્ક સપલ્યારમાંથી નમુનો લઇ ૨૧,૬૯૦ ની કિંમતનો ૭૨ કિલો જથ્થો સીઝ કર્યો હતો. અકોટા ખાતે આવેલ શિવમ એન્ટર પ્રાઇઝમાંથી પનીર (ફ્રેશ સ્ટાન્ડર્ડ) (સાનીયા કંપની પેક)નો નમુનો લઇ તેમજ ૨૯,૦૫૦ નો ૮૩ કિલો જથ્થો સીઝ કર્યો હતો. આજ જગ્યાએથી પનીરનો નમુનો ૩૪,૨૦૦ ની કિંમતનો આશરે ૧૧૪ કિલો જથ્થો તેમજ નમુનો લઇ ૭૯,૨૦૦ નો ૨૨૦ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો છે તમામ નમુના ચકાસવા પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે મોકલી આવ્યો છે.