વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતા નશાકારક વસ્તુઓનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. વડોદરા ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જીલ્લામાં પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત કરજણ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસ.ઓ.જી. ટીમને ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી મળી હતી કે વલણ ગામમાં મકાન નં-૧૬૫૦, ગૃહ નિર્માણ સોસાયટીમાં એક ઇસમ નશાકારક માદક પદાર્થ ગાંજાના જથ્થાનુ ખરીદ-વેચાણ કરી રહેલ છે. જે આધારે એસ.ઓ.જી. ટીમે રેડ કરી એક ઇસમ જાવીદ ઉર્ફે જાવેદ ઉસ્માન કડુ, ઉ.વ.-૩૬, રહે- મકાન નં-૧૬૫૦, ગૃહ નિર્માણ સોસાયટી, વલણ, તા.કરજણ, જી.વડોદરાને ઝડપી પાડી તેની ઝડતી તપાસ કરતા તેની પાસેથી રૂપિયા ૬૩,૫૨૦ નો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે આરોપી વિરુધ્ધ કરજણ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી ટ્રક ડ્રાઇવર મોહસીન ઉર્ફે જમાઇ અહેમદભાઇ વાંકા, રહે.વલણ, તા.કરજણ મુળ રહે દીવી, તા.કરજણ, વડોદરા તેમજ (૨) હબીબ શબ્બીર શેખ, રહે. માલેગાંવ, મહારાષ્ટ્ર નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ