Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકામાં હત્યા કરી ફરાર આરોપી બાંગ્લાદેશની સરહદ પાસેથી ઝડપાયો

Share

કરજણ પો.સ્ટે.માં વર્ષ 2019 માં નોંધાયેલા હત્યાના આરોપી ચંદન રાઘવ સહાની હાલ રહે. પીન્ટુજનૈના કોમ્પલેક્ષમાં, મેકરણ કોમ્પલેક્ષની બાજુમાં ગ્રીન ક્રિષ્ણા હોટલની સામે જુના બજાર, કરજણ મુળ રહે. ભરવાલીયા, સોનવાલ, પુવી ચંપારણ, સબહાર હાલ રહે.બાંસબેરીયા પ્રતીમા ચંદન રાજભરના મકાનમાં

પો.મોગરા, જી.હુગલી, પસિમ બંગાળ કરજણ તાલુકામાં આવેલ જીદાલ કાંપનીમાં કામ કરતો હતો અને જુના બજાર ખાતે ભાડાના મકાનમાં રહેતો હોય જેણે તેની સાથે રહેતા હરકેર્વસાંહ રામબલીવસાંહ સાથે તા.૨૭/૦૬/૨૦૧૯ ના રોજ કોઇ કારણસર ઝઘડો થયેલ જે ઝઘડાની અદાવત રાખી ચંદને તા.૨૮/૦૬/૨૦૧૯ ના રોજ તીક્ષ્ણ હથીયાર વડે ખુન કરી નાસી જઇ ગુનો આચરેલ હતો અને આજદીન સુધી આરોપી પોલીસ પકડમાં આવેલ નહીં. પંજાબ, હરીયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવી સંતાતો ફરતો હતો.

Advertisement

દરમ્યાન જિલ્લા પોલીસે નાસતા ફરતા આરોપી ચંદન રાઘવ સહાની અગે માહીતી એકત્રીત કરતા હકીકત મળવા પામી નહી. પરંતુ સોશિયલ મીડીયા તથા ટેકનીકલ સવેલન્સના આધારે સતત ચાલુ રાખી અથાગ પ્રયત્નો આરોપી સુધી પહોંચવામાં તપાસ ટીમને એક મહત્વની કડી મળવા પામેલ જેમાં આરોપીએ પશ્ચિમ બંગાળ રાજ્યના બાંગ્લાદેશ સરહદ નજીક આવેલ હુગલી જીલ્લાના બાંસબેરીયા મુકામે રહેતી યુવતી સાથે આ આરોપીએ અઢી – ત્રણ વર્ષ પહેલા પોતાના ગુનાહીત ઇતિહાસ બાબતે અંધારામાં રાખી તેની સાથે લગ્ન કરી બાંસબેરીયા ખાતે તેની સાસરીમાં રહે છે તેવી સચોટ હકીકત મળતા ઓપરેશન બાંસબેરીયા હાથ ધરેલ અને પોલીસની એક ટીમે ત્યાં પહોંચી માહિતી મેળવી આરોપીને ઝડપી પાડ્યો હતો.


Share

Related posts

મોટામિયા માંગરોળ અને પાલેજનાં ગાદીપતીએ અનુયાયીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

વઘઇ તાલુકામાં બાળલગ્ન અટકાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ ડાંગ.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!