Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા તાલુકાનાં પોર પાસે આવેલ રમણગામડી ગામમાં દીપડાએ હિંસક હુમલો કરી ત્રણ બકરાનું મારણ કર્યું…

Share

વડોદરા તાલુકાના પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરા પર હિંસક હુમલો કરી મારણ કરતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રમણગામડી ગામમાં રહેતા પ્રવીણભાઈ પુનમભાઈ રાઠોડિયા પશુઓ રાખી તેમજ ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રાત્રીના એક દીપડાએ ગામમાં ધસી આવી પ્રવિણભાઈના ઘર પાસે બાંધેલા બકરાઓ પર હિંસક હુમલો કરતા એક સાથે ત્રણ બકરા દીપડાના હિંસક હુમલામાં મોતને ભેટ્યા હતા.

દીપડાના હુમલામાં ત્રણ ત્રણ બકરા મોતને ભેટતા ખેતમજૂરી તેમજ પશુપાલન કરી જીવન ગુજારતા પ્રવિણભાઈના માથે જાણે કે આભ તુટી પડ્યું હતું. તો બીજી તરફ દિપડાના આતંકે ગામમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. શિકારની શોઘમાં દિપડો ગામમાં ધસી આવ્યો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. પશુઓના કરેલ મારણ અંગે વનવિભાગને પણ જાણ કરાઈ છે. હિંસક દિપડાને પાંજરે પુરવા લોકમાંગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

માંગરોલ ઉમરપાડા તાલુકાના સરપંચ, સભ્યોનો અભિવાદન સમારોહ વાડી મુકામે યોજાયો.

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્યને મંત્રી પદેથી દૂર કરવા આદિવાસી ટાઇગર સેનાએ આપ્યું આવેદન.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!